પર્યટન અને વનભોજન
આજ રોજ તા-૨૧/૧૧/૨૦૧૭ને મગળવારના રોજ શાળાથી આશરે 4KM ના અંતરે આવેલ ગુપ્તેશ્વર મહાદેવજી મંદિર રીંછીયા સુધીના પગપાળા પર્યટન કરવામાં આવ્યુ, જેમા બાળકો સાથે તમામ શિક્ષકમિત્રો ૧૦. કલાકે રીંછીયા જવા નીક્ળયા. જેમા રસ્તે આવતી વનરાજીઓની સમજ, તેનો ઉપયોગ વિશે શાળાના શિક્ષકશ્રી કિરણસિંહ અને વિમલકુમારે ખુબ જ ઝીણવટપુર્વક સમજ આપી. અને બાળકોએ પણ પોતાના ઘર વપરાશ માટે વનસ્પતિનો શુ શુ ઉપયોગ કરવામાં આવે છે તે જણાવ્યુ.અને ૧૧:૩૦ કલાકે આરામ કરતા કરતા મંદિર સુધી પહોંચી ગયા.ત્યાં જઈ તમામે આરામ કરી હાથ પગ ધોઈ મહાદેવજીના દર્શન કરી,ત્યારબાદ શિક્ષકોએ ભોજન બનાવ્યુ. અને પ્રકૃતિના ખોળે બેસી બાળકો અને શિક્ષકોએ વનભોજનનો આનંદ લીધો.
આમ પુરો સમય ખુબજ આનંદદાયક રહયો..