● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Tuesday, 17 April 2018

ધોરણ -8 વિદાય સમારોહ

          આજ રોજ તા-૧૭/૦૪/૨૦૧૮ને મંગળવારના રોજ ૧૧:૦૫ કલાકે કાલસર પ્રાથમિક શાળામાં ધોરણ -૮ માં અભ્યાસ કરતા ૨૪ બાળકોનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો.
          સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ પટેલે બાળકોએ વિતાવેલ આઠ વર્ષના સંસ્મરણો તાજા કર્યા.બાળકોના શાળા માટેના યોગદાનને બિરદાવ્યા અને તેમના ઉજવળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભકામના પાઠવી. ત્યારબાદ શાળાના શિક્ષકોએ બાોળકોને શુભકામનાઓ પાઠવી..
          ત્યારબાદ બાળકોએ શાળાને યાદગીરી રૂપ ભેટ આપી. શાળા તરફથી પણ તમામ બાળકોને બોલપેનની ભેટ આપી.અને અંતે ખીચડી + કઢીનુ ભોજન લઈ કાર્યક્રમ પુરો કર્યો.