● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Tuesday, 26 June 2018

આજ રોજ તા- ૨૬/૦૬/૨૦૧૮ના દિને ઘોઘંબા તાલુકાના અંતરીયાળ વિસ્તાર ગણાતા કાલસર ગામની પ્રાથમિક શાળામાં બાળકોમાં લોકશાહીના મુલ્યોનુ સિંચન થાય, બાળકો ચુંટણી પ્રક્રિયાને સમજી શકે એ હેતુ સાથે શાળા બાળ સંસદની  ચુંટણી કરવામાં આવી...જેમા સામાન્ય ચુંટણીની જેમ જાહેરનામુંં બહાર પાડી, ફોર્મ ભરવુ, ફોર્મ રદ કરવુ, પાછુ ખેચવુ, પ્રચાર કરવો, પ્રચાર માટેની આચાર સંહિતા, જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા.જેમા શાળાનાં ૨૦૧ બાળકો માંથી ૧૬૯ બાળકોએ અને શાળાના ૬ શિક્ષકોએ મતદાન કર્યુ. ઉમેદવારીની વાત કર્યે તો ચુંટણીમાં ૫ કુમાર અને ૬ કન્યાઓએ ઉમેદવારી નોઘાવી હતી. અને ચુંટણીનુ પરિણામ તા-૨૭/૦૬/૨૦૧૮ના રોજ પ્રાર્થનાસભામાં જાહેર કરવામાં આવશે..