● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Monday, 3 December 2018

દાતાશ્રી દ્વારા સ્વેટરનુ વિતરણ

આજ રોજ તા-03/12/2018 ને સોમવારે રણજીતનગર રહેવાસી દાતાશ્રી પંચાલ હર્ષદભાઈ કે (લાલાભાઈ સોની) એ શાળાના તમામ ગરીબ બાળકોને કે જે પહેરવા સારા કપડા પણ ના ખરીદી શકે તેવા બાળકોને સ્વેટરનુ દાન કર્યુ .દાતાશ્રીનો શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યકત કરે છે.

નોંધ- દાાતાશ્રીએ ચાલુ વર્ષે આશરે ૭૦૦ જેવી નોટબુક પણ દાનમાં આપી હતી.. અને આજુબાજુની શાળાઓમાં પણ આવી રીતે જ સહાય કરી હતી..તે માટે પણ આભાર..

દાતાશ્રી ભવિષ્યમાં પણ શાળાના ગરીબ બાળકોને મદદરૂપ બની રહે એવી આશા સહ,

આચાર્યશ્રી કાલસર પ્રા.શાળા.